અમેરિકા તરફથી પાકિસ્તાનને મિસાઈલો મળશે તેવી ચર્ચાઓ ખોટી સાબિત થઈ છે. પેન્ટાગોને પાકિસ્તાનને AIEM-120 AMR AAM મિસાઇલ્સ નહીં આપવાના કરેલા નિર્ણયને પ્રમુખ ટ્રમ્પે બહાર રાખ્યો છે. અમેરિકાએ એવા તમામ અહેવાલોને સદંતર નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનને નવી AMRAAM મિસાઇલો મળશે.

અમેરિકાના દૂતાવાસે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે પાકિસ્તાનને કોઈ નવી મિસાઈલ આપવાની કોઈ ડીલ થઈ નથી.યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે એ તમામ અહેવાલોને ખંડન કર્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને તાજેતરમાં સુધારેલ કરાર હેઠળ નવી એડવાન્સ્ડ મિડ-રેન્જ એર-ટુ-એર મિસાઈલો (AMRAAM) આપવામાં આવશે. સ્પષ્ટતા કરતાં દૂતાવાસે કહ્યું કે આ સુધારો માત્ર જાળવણી અને સ્પેર પાર્ટ્સના સમર્થન સુધી સીમિત છે અને તેમાં કોઈ નવા હથિયારની ડિલિવરીનો સમાવેશ થતો નથી.
