ફરી એકવાર પાકિસ્તાનમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. શનિવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના ડેરા ઇસ્માઇલ ખાન શહેરમાં આતંકવાદીઓએ પોલીસ તાલીમ શાળામાં ઘૂસવાની કોશિશ કરી હતી. પોલીસના કહ્યા પ્રમાણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલાને સુરક્ષા દળોએ જવાબ આપ્યો હતો.
TTPના આતંકવાદીઓ કર્યો હુમલો
આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ સાથે જ ત્રણ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન TTPના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને આ હુમલાના પ્રયાસને સફળ થવા દીધો ન હતો અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ડેરા ઇસ્માઇલ ખાનના ડીપીઓના નેતૃત્વમાં પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
