ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફક્ત તેની રમત માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. તેના સંબંધો વિશે અટકળો ચાલુ રહે છે. પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી હાર્દિકનું નામ અનેક સુંદરીઓ સાથે જોડાયું છે. પરંતુ હવે એક નવું નામ સામે આવ્યું છે જેની સાથે હાર્દિક પોતે પણ જોવા મળ્યો છે.

એશિયા કપ દરમિયાન, તે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને ટીમની બહાર થવું પડ્યું હતું. આ દરમિયાન, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક અભિનેત્રી સાથે દેખાય છે, જે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. એક્ટ્રેસ અને ફિટનેસ મોડેલ માહિકા શર્માનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું છે. હાલના દિવસોમાં બંનેના અફેરની ઘણી ચર્ચા થઈ રહી છે.
માહિકા શર્માની વાત કરીએ તો તે 24 વર્ષની એક્ટ્રેસ અને મોડેલ છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેણે તેના બાયોમાં ફિટનેસ અને કન્ટેન્ટ ક્રિયેટર લખ્યું છે અને તેને ઘણા કન્ટેન્ટ પણ તેના ચાહકો સાથે શેર કરે છે. માહિકાના કારકિર્દીની વાત કરીએ તો, તે મોડેલિંગમાં ખૂબ જાણીતી છે અને તે ઘણા જાણીતા ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કરી ચૂકી છે. 2024 માં, માહિકાએ ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં ‘મોડેલ ઓફ ધ યર’નો એવોર્ડ જીત્યો હતો.