હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. મંગળવારે સાંજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક પેસેન્જર બસ પર પહાડી શિલાઓ પડી. પર્વત પરથી ઘણા પથ્થરો સાથે કાટમાળ એક બસ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ SDRF, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.
https://x.com/PMOIndia/status/1975585686146170958
પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી ખૂબ દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે.”તેમણે આગળ લખ્યું, “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.”
