તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.જેને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો હતો. પ્રોડ્યૂસર આનંદ પંડિત અને વૈશલ શાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ તદ્દન નવા કોન્સેપ્ટ સાથે ‘ચણિયા ટોળી’ ફિલ્મ લાવી રહ્યા છે.

એક શિક્ષકની ચતુરાઈ અને તેની સાત શિષ્યાઓની બેંક લૂંટવાની રસપ્રદ વાર્તા ચાલુ વર્ષે દિવાળી પર સિનેમાઘરમાં આવી રહી છે. ફિલ્મને જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રમૂજ, સસ્પેન્સ, માઇન્ડ ગેમનો સંગમ જોવા મળશે. ફિલ્મમાં યશ સોની, રાગી જાની, નેત્રી ત્રિવેદી, હીના વર્દે, ચેતન દહિયા, મૌલિક નાયક અને વૈશાખ રતન જેવા કલાકારો જોવા મળશે.
