ગુજરાત સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ

Chintan Suthar

કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકારે પણ કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખીને વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કર્મચારીઓ તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી શકે તે માટે ₹7,000 (સાત હજાર રૂપિયા) ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે.આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ પૂરતો સીમિત નથી. રૂ. 7,000ની મહત્તમ મર્યાદામાં આ બોનસ રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના કર્મચારીઓ, વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક અને ઉપદંડકના મહેકમના કર્મચારીઓ, પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કર્મચારી, ગ્રાન્ટ ઇન એઈડ શાળા અને કોલેજો, જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી, તેવા રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર રહેશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *