મુંબઈના પાલઘર જીલ્લાના વિરારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર માળની બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. આ દુ:ખદ અકસ્માતને કલાકaથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક પોલીસ દિવસ-રાત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુંબઈ નજીકના વિરારમાં નારંગી ફાટા સ્થિત રામુ કંપાઉન્ડના સ્વામી સમર્થ નગરના રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ચાર માળની બિલ્ડીંગના પાછળના ભાગમાં ચોથા માળનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેની બાદ નાસભાગ મચી હતી. દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે અકસ્માત બાદ NDRF ટીમ આવે તે પહેલાં જ સ્થાનિક નાગરિકોએ હિંમત બતાવી અને કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં. જેમાંથી કેટલાકને નાની-મોટી ઇજાઓ થઈ હતી.
