પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા હતા. અહીંથી ભવ્ય રોડ શો તેમણે યોજ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ નિકોલમાં સભા સંબોધી હતી.જે દરમિયાન તેમણે 5,477 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.
વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધિત કરતા પીએમ મોદીએ આડકતરી રીતે અમેરિકાને જવાબ આપ્યો હતો.સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનું નામ લીધા વિના ટ્રમ્પને જવાબ આપ્યો હતો. PM મોદીએ કહ્યું, કે ‘દુનિયામાં આજે આર્થિક સ્વાર્થની નીતિ જોવા મળી રહી છે. પણ હું મારા નાના બિઝનેસમેન અને ખેડૂતોને વાયદો કરું છું કે મારા માટે તમારું હિત સર્વોપરી રહેશે. મારી સરકાર ક્યારેય ખેડૂતો અને પશુપાલકોનું નુકસાન થવા દેશે નહીં. દબાણ ભલે ગમે તેટલું હોય, અમે આપણી શક્તિ વધારતા જઈશું.’
