ભારત આગામી સમયમાં ફ્રાન્સ સાથે મળીને એક નવું શક્તિશાળી જેટ એન્જિન બનાવવાની તૈયારી રહ્યું છે. આ એન્જિન ભારતનાં સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર અને અન્ય આધુનિક વિમાનો માટે હશે. આ પ્રોજેક્ટથી બંને દેશોની ભાગીદારી વધુ મજબૂત થશે.
આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાં ફ્રાન્સની મોટી કંપની સફ્રાન 100 ટકા ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર કરશે. આનાથી ભારતમાં જ નવા 120 કિલોન્યુટન એન્જિનની ડિઝાઈન, વિકાસ, પરીક્ષણ, પ્રમાણિત અને ઉત્પાદન શક્ય બનશે.
મીડિયા રિપોર્ટ મુજબ, ફ્રાન્સની કંપની એક કરાર હેઠળ ભારતને 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. ભારત અને ફ્રાન્સની આ કંપની સાથે મળીને ભારતમાં જ 120 કિલોન્યુટન થ્રસ્ટવાળા એન્જિનનું નિર્માણ કરશે. DRDOએ સાફરાન (Safran) કંપનીના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ કંપનીએ અગાઉ પણ ભારતમાં હેલિકોપ્ટર માટે એન્જિન બનાવ્યા છે.
