અમદાવાદ સહિત ગુજરાતભરમાં 16 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણના જન્મોત્સવનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર ખાતે તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફલેટના તેમજ સોસાયટીના બાળકો અને યુવાનોએ ભેગા થઈ સુંદર આયોજન કર્યુ હતું. સાથે જ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


