અમેરિકાએ ભારત વચ્ચે પર ઝીંકેલા 25 ટકા ટેરિફ વચ્ચે અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જે મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ગુરુવારે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં આઠ નવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતીય ડાયસ્પોરા માટે કોન્સ્યુલર સેવાઓની પહોંચ વધારવાનો છે.
https://x.com/ANI/status/1950992350777409799
મળતી માહિતી મુજબ આજથી 1 ઓગસ્ટના રોજથી અમેરિકાના આઠ શહેરમાં ભારતીયો માટે નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. આ જાણકારી અમેરિકામાં ભારતના રાજદૂતે આપી છે. જેના લીધે હવે ભારતથી અમેરિકા જતા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે.
આ અંગે અમેરિકાના ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, આજે અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે બોસ્ટન, કોલંબસ, ડલાસ, ડેટ્રોઇટ, એડિસન, ઓરલેન્ડો, રેલે, અને સૈન જોસમાં આઠ નવા ભારતીય કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલી રહ્યા છીએ. આ ઉપરાંત ટૂંક જ સમયમાં લોસ એન્જેલસમાં પણ એક ભારતીય કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલીશું. આ નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવાની સાથે જ કોન્સ્યુલર સેવામાં પણ વધારો થશે.