વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ હેક થવાની ગંભીર ઘટના બાદ સફળ રિકવરી – યુવા સાયબર એક્સપર્ટ પૂર્વીશ સોનીની સફળ કાર્યવાહી

Chintan Suthar

એમની ઓળખ બદલનાર મિસ્ડ કોલથી શરૂ થયેલી એક ગંભીર સાયબર ઇન્સિડેન્ટમાં, નેશનલ ભારત સુવર્ણાકાર સેતુ એસોસિએશનના સ્થાપક અને પ્રેસિડેન્ટ & ફાઉન્ડર શ્રી.નિલેશભાઈ લુંભાણી નું વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. કેટલાક સમયથી તેમની આ ઓફિશિયલ કોમ્યુનિકેશન ચેનલ કાર્યરત નહોતી, જેને કારણે વ્યક્તિગત તેમજ સંસ્થાની કામગીરી પર ગંભીર અસર પડતી હતી.

આ ગંભીર ઘટનાના સમાધાન માટે તાત્કાલિક ધોરણે અમદાવાદમાં રહેતા યુવા સાયબર સિક્યુરિટી એક્સપર્ટ પૂર્વીશ સોનીનો સંપર્ક કરાયો. ફીચડીયા સોની સમાજના પૂર્વીશ સોની ઇન્ટરનેશનલ ઈથિકલ હેકર, સાયબર ક્રાઇમ કમાન્ડો, ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટર અને સાયબર લો એક્સપર્ટ તરીકે જાણીતા છે.

શ્રી નિલેશ લુંભાણીની ફરિયાદ મળતાની સાથે જ પૂર્વીશ સોનીએ તાત્કાલિક પગલાં લઈ આધુનિક ટેકનિકલ પદ્ધતિથી તપાસ શરૂ કરી. માત્ર ૧૫ દિવસની અંદર તેમણે વિધિવત પ્રક્રિયાથી આ એકાઉન્ટને પુનઃપ્રાપ્ત કરાવ્યું.ફળસ્વરૂપે, તારીખ: ૨૯/૦૬/૨૦૨૫ (રવિવાર) ના રોજ શ્રી નિલેશભાઈ લુંભાણીનું વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ ફરીથી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયું છે. આ સફળ કામગીરી માટે સમગ્ર સુવર્ણાકાર સમુદાય અને નેશનલ એસોસિએશન તરફથી પૂર્વીશ સોનીને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. યુવા પેઢીમાંથી આવા પ્રતિભાશાળી અને સમર્પિત યુવાનો દેશના સાયબર સિક્યુરિટી ક્ષેત્રે મજબૂત સહારો બની રહ્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *