અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા પ્રખ્યાત ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટમાં 20 જુલાઈની મોડી રાત્રે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના જાણીતા બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થડે પાર્ટીમાં દારૂના નશામાં ધૂત 13 યુવકો અને 26 યુવતીઓ સહિત કુલ 39 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ,સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે (20 જુલાઈ) મોડી રાત્રે ચાલી રહેલી એક હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર સાણંદ પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ સહિત કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતાઆ દારૂ પાર્ટી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિત્તે યોજવામાં આવી હતી.
જોકે, આ પાર્ટીમાં આશરે 100 લોકો હાજર હોવાની માહિતી મળી રહી છે. પકડાયેલા તમામ લોકોને પોલીસની ચાર બસોમં સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા.મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પકડાતા તેમના પરિવારજનો પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પકડાયેલા લોકોને પોલીસ સ્ટેશન લાવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.