હવે કોઈપણ કંપની કે વ્યક્તિ ‘કેપ્ટન કૂલ’ના નામનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે ‘કેપ્ટન કૂલ’ના નામથી જાણીતા ભારતના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ના નામથી ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મળતી માહિતી મુજબ, ધોનીએ “કૅપ્ટન કૂલ” માટે ટ્રેડમાર્ક માટે અરજી કરી છે.
ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોર્ટલ મારફતે ઓનલાઇન સબમિટ કરી હતી
આ અરજી 5 જૂનના રોજ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોર્ટલ મારફતે ઓનલાઇન સબમિટ કરવામાં આવી હતી. આ દર્શાવે છે કે એમએસ ધોની આ શબ્દ પર સત્તાવાર રીતે અધિકાર મેળવવા માંગે છે. તેમના વકીલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. ધોની વર્ષોથી ‘કૅપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા આવ્યા છે. આ ધોનીની દબાણમાં શાંત રહેવાની ક્ષમતા દર્શાવે છે, પછી તે 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવી હોય, 2011માં વનડે વર્લ્ડ કપ જીતવો હોય કે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી હોય. જો ધોનીને ટ્રેડમાર્ક મળે છે, તો પછી ધોની સિવાય કોઈ પણ પ્લેયર કૅપ્ટન કૂલના નામથી ઓળખાઈ શકશે નહીં.