Bigg Boss 13 ફેમ ગર્મ શેફાલી જરીવાલાના 42 વર્ષની ઉંમરે અચાનક નિધનથી ચાહકો અને મનોરંજન જગતમાં શોકની લહેર ફેલાઈ છે. અહેવાલો અનુસાર, શેફાલીને હાર્ટ એટેક (કાર્ડિયાક અરેસ્ટ)ના કારણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના અચાનક અવસાનના સમાચારથી ચાહકો ચોંકી ગયા હતા અને આ હૃદયદ્રાવક સમાચાર પર વિશ્વાસ નથી કરી રહ્યાં.
આ બધા વચ્ચે, અભિનેત્રીની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.શેફાલીની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ તેમના નિધનના માત્ર 3 દિવસ પહેલાં શેર કરવામાં આવી હતી, જે હવે તેમની અંતિમ પોસ્ટ બની ગઈ છે. આ પોસ્ટમાં શેફાલી એક મેટાલિક સિલ્વર ગાઉનમાં ખૂબસૂરત દેખાતી હતી, જેમાં તેમણે આત્મવિશ્વાસથી પોઝ આપ્યા હતા.ચાહકો હવે કોમેન્ટ બોક્સમાં અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.