RAW ની જવાબદારી હવે પરાગ જૈનના હાથમાં, ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ફિલ્મોમાં રૉ એજન્ટ તરીકે કે રૉના બૉસ તરીકે કામ કરતા ઘણા અભિનેતાને તમે જોયા હશે. ભારત પર આવતા કોઈપણ વિદેશી આક્રમણ કે તેની કોઈપણ જાતની ગતિવિધિ પર ધ્યાન રાખવાનું કામ રૉ દ્વારા કરવામાં આવે છે. ત્યારે રિસર્ચ એનાલિસિસ વિંગ (આરએડબલ્યુ)ના નામે ઓળખાતી આ એજન્સીને સોમવારથી નવા બૉસ મળવા જઈ રહ્યા છે.

રિસર્ચ એનલિસિસ વિંગ (રૉ)ના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવ્યા છે. પરાગ જૈન પંજાબ કેડરના 1889 બેચના IPS ઓફિસર છે. રૉ ચીફ તરીકે તેમનો કાર્યકાળ બે વર્ષનો હશે. તે રવિ સિન્હાની જગ્યા લેશે, જેનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમને પાકિસ્તાનના મામલે નિષ્ણાંત માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂરમાં પણ તેમની ભૂમિકા મહત્વની હતી.

Share This Article