Vijay Rupani Funeral : રાજકીય સન્માન સાથે રૂપાણીની અંતિમવિધિ, રાજકોટવાસીઓએ રડતા રડતા આપી વિદાય

Chintan Gohil

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને તેવામાં કરૂણ દુર્ઘટના બની હતી. ત્યારે રાજકોટ ખાતે તેમની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

https://x.com/airnews_abad/status/1934620028638204036

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વિજય રૂપાણીનો પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અને સાથે જ પુત્ર દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી.  વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. વિજય રૂપાણીનો પ્રેમાળ વ્યવ્હાર કહો કે પ્રેમાળ સ્વભાવ કહો જેના જ કારણે ખુબ મોટાપાયે જનમેદની ઉમટી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *