આ વખતે માત્ર આટલા દિવસ ચાલશે અમરનાથ યાત્રા

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે અમરનાથ યાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી.

અહેવાલ મુજબ, શ્રી અમરનાથ યાત્રા 2025 દરમિયાન વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.. આ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સિક્યોરિટી રૂટની સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરાઈ છે. સીઆરપીએફ ડીજીએ ખૂદ પહલગામ જઈને સિક્યોરિટી રિવ્યૂ કરી છે. દરેક તીર્થયાત્રી અને પોની રાઇડરનું ડિજિટલ ઓળખ પત્ર બનશે.

યાત્રાના કાફલામાં જેમર રહેશે જેથી આઈઈડી બ્લાસ્ટ જેવી ઘટનાઓને રોકી શકાય. સુરક્ષાકર્મીઓની પાસે સેટેલાઇટ ફોન હશે. તીર્થયાત્રીઓ અને ગાડીઓમાં રેડિયો ફ્રીક્વન્સી ઓળખ (RFID) હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ ડેડિક્ટેડ પીસીઆર વાન હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 મે 2025ના રોજ તમામ સુરક્ષા એજન્સીઓને વધુ એલર્ટ રહીને આગામી અમરનાથ યાત્રાને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ તે માટેના નિર્દેશ આપ્યા.

Share This Article