UNનો ચોંકાવનારો રિપોર્ટ, આાગામી પાંચ વર્ષમાં ગરમી તોડશે રેકોર્ડ

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)ના તાજેતરના રિપોર્ટે આગામી પાંચ વર્ષ (2025-2029)માં વૈશ્વિક તાપમાનમાં રાહતની કોઈ આશા ન હોવાની ચેતવણી આપી છે. 28 મે, 2025ના રોજ જાહેર થયેલા આ રિપોર્ટ મુજબ, આ સમયગાળામાં સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની પેરિસ કરારની સીમા વટાવવાની 70% સંભાવના છે. ઉપરાંત, 80% શક્યતા છે કે 2024ના રેકોર્ડબ્રેક ગરમ વર્ષનો પણ રેકોર્ડ આગામી વર્ષોમાં તૂટવાની શક્યતા છે. 2023 અને 2024ના બે સૌથી ગરમ વર્ષો બાદ આ રિપોર્ટ વૈશ્વિક જળવાયુ સંકટની ગંભીરતાને રેખાંકિત કરે છે.

રિપોર્ટ અનુસાર, પૃથ્વી પર તાપમાન ઐતિહાસિક રીતે ઉચ્ચ સ્તરે જળવાઈ રહેવાની સંભાવના છે.WMOના ઉપ મહાસચિવ કો બેરેટે જણાવ્યું કે, કમનસીબે આ રિપોર્ટમાં આવનારા વર્ષોમાં કોઈ રાહતનો સંકેત નથી. આનો અર્થ છે કે આપણી અર્થવ્યવસ્થા, આપણા દૈનિક જીવન, આપણી ઇકોસિસ્ટમ અને સમગ્ર ગ્રહ પર તેની નકારાત્મક અસર વધશે.

WMOના રિપોર્ટમાં જણાવાયું છે કે 2025-2029 દરમિયાન વૈશ્વિક તાપમાન 1.2 થી 1.9 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જે બ્રિટનના હવામાન વિભાગના ડેટા અને વૈશ્વિક હવામાન કેન્દ્રોના વિશ્લેષણ પર આધારિત છે.રિપોર્ટમાં આર્કટિકમાં ઝડપી ગરમી અને બારેન્ટ્સ, બેરિંગ, ઓખોટસ્ક સાગરમાં બરફ ઘટવાની ચેતવણી છે. દક્ષિણ એશિયા, સાહેલ, ઉત્તરીય યુરોપ, અલાસ્કા અને સાઇબિરીયામાં વધુ વરસાદ, જ્યારે એમેઝોનમાં દુષ્કાળની આશંકા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *