દુનિયાના સૌથી મોટા એક્સપોર્ટર તરીકેની છાપ જાળવી રાખવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. ટ્રમ્પે હાલમાં જ સાઉદી અરેબિયા, તુર્કિયે સહિતના દેશો સાથે આર્મ ડીલ કરી છે. અમેરિકા હવે ભારતને પણ ઘાતક હથિયારો વેચવા માટેની ઓફરમાં વ્યસ્ત છે, જેમાં એફ-35 ફિફ્થ જનરેશનના ફાઇટર જેટનો સમાવેશ થાય છે. સામે રશિયા પણ ભારતને આધુનિક હથિયારો આપવા માટે ઇચ્છુક છે. તે ભારતમાં એસયુ-57 ફિફ્થ જનરેશનના ફાઇટર જેટ તૈયાર કરવાની ઇચ્છા ધરાવે છે. હવે ભારત ખુબ જ સાવધાનીપૂર્વક પસંદગી કરીને આગળ વધશે. ભૌગોલિક હરિફો પાસેથી બે જેટની ક્ષમતાને લઇને પહેલા અભ્યાસ કરવામાં આવશે.