અમદાવાદમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારાઓ સાવધાન!, આ કામ નહીં કરો તો…

sayyamnews
By sayyamnews Add a Comment 2 Min Read

અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કુતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં એક ચર્ચા થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટ બાદ એએમસીની સમિતિમાં પણ ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. સરકાર હવે પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈને કડક નિયમો લાવવાની તૈયારીમાં છે. જે લોકો પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમની સામે સજાની જોગવાઈ કરવામાં આવશે.

શહેરના આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદમાં અંદાજે 50 હજાર જેટલા પાલતુ શ્વાન છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 5,500 લોકોએ જ તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડો ઘણો ઓછો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ સરળ રાખવામાં આવી છે. પાલતુ શ્વાનના માલિકો ઓનલાઈન અથવા નિયત કરેલી કચેરીઓ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન કરાવવું દરેક પાલતુ શ્વાનના માલિક માટે હવે ફરજિયાત છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

સરકારનો આ નિર્ણય શહેરમાં પાલતુ શ્વાનને લગતી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે તેવી આશા છે.એએમસી ચેરમેને જણાવ્યું છે કે શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શિક્ષાત્મક કાર્યવાહીમાં ગટર , નળ કનેક્શન કાપી નખાશે. જરૂર લાગશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. રજીસ્ટ્રેશન નહીં હોય તે ડોગ્સ શેલ્ટર હોમમાં મુકાશે.

આ રીતે કરો પાલતું શ્વાનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન

1) સૌપ્રથમ અમદાવાદ મનપાની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ.
2) ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પર નીચે Important Linksનું સેક્શન હશે.
3) જેમાં એક Pet Dog Registrationનું ઓપ્શન બતાશે, તેના પર ક્લિક કરો.
4) બે ઓપ્શન બતાશે, તેમાં Login for Pet Dog Registration પર જાઓ.
5) જેમાં અરજદારનું નામ, અરજદારનો મોબાઈલ નંબર અને કેપ્ચા સબમીટ કરો.
6) ત્યારબાદ મોબાઈલ પર OTP આવશે તે એન્ટર કરતા એક લિંક ખુલશે.
7) જેમાં પાલતું શ્વાનના માલિકની ઓળખણના પુરાવા એન્ટર કરો.
8) તેના પછી PAY પર ક્લિક કરીને રૂ.200 રજિસ્ટ્રેશન ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *