મોદી સરકારે હવે વિચારવાની જરૂર! ટ્રમ્પે એપલનું ભારતમાં પ્રોડક્સન ન કરવા આપી સલાહ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફને લઈ ભારે ચર્ચામાં છે. સાથે જ અમેરિકન ફર્સ્ટની નીતિ મુદ્દે તેમણે કરેલા આકરા નિર્ણયને લઈને પણ ભારતીયોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે અમેરિકન પ્રમુખે ભારતીયોને ઝટકો આપે તેવી વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલ ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મુકવા જણાવ્યુ છે .

ટ્રમ્પે કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો, તેઓ પોતે પોતાનું ધ્યાન રાખશે.ટ્રમ્પના ટેરિફવૉરનો ઉકેલ લાવવા ભારત અને અમેરિકા વેપાર મંત્રણા કરી રહ્યું છે. એવામાં આજે ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ભારતે અમેરિકા સાથે ઝીરો ટેરિફ વેપાર કરાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વધુમાં ભારતે અમેરિકી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવાની કવાયત પણ હાથ ધરી છે.

Share This Article