આર્જેન્ટિના સહિત ચિલીના કેટલાક ભાગોમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4ની માપવામાં આવી હતી. ભૂકંપની તીવ્રતા એટલી ભયાનક હતી કે ડરના કારણે લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી.
https://x.com/sumit45678901/status/1918359624270692704
સુનામીની ચેતવણી જાહેર
બીજીબાજુ ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપના તીવ્ર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરો છોડીને ખુલ્લા આકાશ તરફ દોડવા લાગ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, દક્ષિણ આર્જેન્ટિનામાં ઉશુઆઈયાથી 219 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ પછી તરત જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેના પગલે અધિકારીઓએ લોકોને દરિયાકાંઠાથી દૂર જવા અને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરી હતી. અમેરિકાની સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની અંદર દરિયાકાંઠાના વિસ્તારો માટે ખતરનાક મોજાઓની ચેતવણી જારી કરી છે. આર્જેન્ટિના ઉપરાંત, ચિલીના કેટલાક ભાગો પણ તેના કાર્યક્ષેત્રમાં આવે છે.