જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાન વૈશ્વિક મોરચે ઘેરાઇ રહ્યું છે. આ વચ્ચે આતંકવાદને આશરો અને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને (PAKISTAN) લાજવાની જગ્યાએ ગાજી રહ્યું છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સતત સાતમા દિવસે નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. 30 અને 1 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો.
ભારતીય સેનાએ આપ્યો જવાબ
બીજી તરફ પાકિસ્તાનની ગોળીબારીનો ભારતીય સેના (INDIAN ARMY) સતત વળતો જવાબ આપી રહી છે.પાકિસ્તાન દ્વારા કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાના હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એલઓસી નજીક કુપવાડા, ઉરી અને અખનુર ક્ષેત્રમાં આ ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી. જેની સામે ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ વળતો જવાબ આપવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ અગાઉ પણ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.