ભારતની વધતી શક્તિ અને આત્મનિર્ભરતા બની મજબૂત, ડિફેન્સ એક્સપોર્ટમાં ઐતિહાસિક ઉછાળો

Chintan Suthar

ભારતના ડિફેન્સ સેક્ટર માટે ગર્વની વાત સામે આવી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતનો કુલ રક્ષા નિકાસ 38,424 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક છે. આ સાથે દેશે વૈશ્વિક સ્તરે પોતાની સશક્ત હાજરી નોંધાવી છે.

રક્ષા મંત્રી Rajnath Singh એ આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા નાણાકીય વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે રક્ષા નિકાસમાં 62.66% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
પાછલા વર્ષે રક્ષા નિકાસનો આંક 23,622 કરોડ રૂપિયા હતો, જે આ વર્ષે વધીને 38,424 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે માત્ર એક વર્ષમાં 14,802 કરોડ રૂપિયાનો જબરદસ્ત વધારો થયો છે.

https://x.com/rajnathsingh/status/2039649170529956036?s=20

સરકારનાં જણાવ્યા અનુસાર આ સિદ્ધિમાં ડીપીએસયુ (ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) અને ખાનગી સેક્ટર બંનેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.કુલ નિકાસમાં ડીપીએસયુનો હિસ્સો ૫૪.૮૪ ટકા અને ખાનગી કંપનીઓનો હિસ્સો ૪૫.૧૬ ટકા રહ્યો છે. આ સફળતા અંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું છે કે દેશ સફળતાનાં નવા શિખર સર કરી રહ્યું છે.

ભારતની સંરક્ષણ નિકાસ ૨૦૨૪-૨૫માં ૨૩,૬૨૨ કરોડ રૃપિયા અને ૨૦૨૩-૨૪માં ૨૧૦૮૩ કરોડ રૃપિયા રહી હતી. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડયા પછી ભારત સતત પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.આ માટે આધુનિક શસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં ભારત સ્વદેશી શસ્ત્રો પર વધારે સક્રિય છે. બીજી તરફ અનેક દેશો ભારત પાસેથી શસ્ત્રોની ખરીદી વધારી રહ્યાં છે જેના કારણે ભારતની ડિફેન્સ એક્સપોર્ટ વિક્રમજનક સ્તરે પહોંચી ગઇ છે.

આ વધારાને કારણે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મોટી ગતિ મળી છે. દેશમાં બનેલા રક્ષા સાધનો અને ટેક્નોલોજી હવે વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે, જે ભારતની આર્થિક અને રણનીતિક સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *