સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ‘દાદા’નો રોલ ભજવશે એક્ટર રાજકુમાર રાવ, શૂટિંગ શરૂ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ભારતીય સિનેમામાં અત્યારે બાયોપિક્સનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. એમ.એસ. ધોની, સચિન તેંડુલકર અને મિથાલી રાજ બાદ હવે વધુ એક દિગ્ગજ ક્રિકેટરની સંઘર્ષગાથા મોટા પડદા પર કંડારવા જઈ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર હવે બાયોપિક બનવા જઈ રહી છે, જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

https://www.instagram.com/p/DWluNllE5vE/?utm_source=ig_web_copy_link

મળતી માહિતી મુજબ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘બંગાળ ટાઈગર’ તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીની બાયોપિક પરથી હવે પડદો ઉંચકાયો છે. આ ફિલ્મનું સત્તાવાર શીર્ષક “દાદા” રાખવામાં આવ્યું છે, અને તેની શૂટિંગ પ્રક્રિયા પણ વિધિવત રીતે શરૂ થઈ ચૂકી છે. ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવશે. એક્ટર રાજકુમાર રાવે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ શરૂ કરી દીધું છે, જેનું શીર્ષક ‘દાદા’ રાખવામાં આવ્યું છે. આની જાણકારી આપતા બુધવારે રાજકુમારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “શરૂ થાય છે… ધ વન એન્ડ ઓનલી દાદા.”

આ પોસ્ટ સાથે જ ક્રિકેટ અને સિનેમાના ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. રાજકુમાર રાવ અગાઉ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને શાહિદ આઝમી જેવા પડકારજનક પાત્રો ભજવી ચૂક્યો છે, જેના માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. હવે તે ગાંગુલીની ઓફ-સાઇડની એ ક્લાસિક બેટિંગ અને આક્રમક કેપ્ટનસીને પડદા પર જીવંત કરશે.

Share This Article