અમદાવાદ : WhatsAppમાં RTO E-Challan.apk ખોલતા જ 10 લાખથી વધુ રૂપિયા ગાયબ

Chintan Suthar

અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હવે ઠગોએ નવી રીત અપનાવી છે, જેમાં RTO ઈ-ચલાનના નામે APK ફાઈલ મોકલીને 10.70 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ બનાવે શહેરમાં ડિજિટલ સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા 50 વર્ષીય વિપુલ પટેલને તેમના શેઠના WhatsApp નંબર પરથી ‘RTO E-Challan.apk’ નામની ફાઈલ મળી હતી. વિશ્વાસમાં આવીને તેમણે ફાઈલ ડાઉનલોડ કરી અને ઓપન કરી દીધી. થોડી જ ક્ષણોમાં તેમને શંકા થતા ફાઈલ ડિલીટ કરી નાખી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

આ APK ફાઈલ વાસ્તવમાં એક વાયરસ હતી, જેના દ્વારા ઠગોએ વિપુલભાઈના મોબાઈલનો સંપૂર્ણ રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. આ ટેકનિકની મદદથી હેકર્સ તેમના મોબાઈલની તમામ પ્રવૃત્તિઓ જોઈ શકતા હતા અને તેમણે વિપુલભાઈના ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી-પાસવર્ડ ચોરી લીધા હતા.સાયબર ગઠિયાઓએ એકાઉન્ટન્ટના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. ગઠિયાઓએ માત્ર ખાતામાં પડેલા પૈસા જ નહીં, પણ: એકાઉન્ટન્ટના નામે બેન્કમાંથી 9.81 લાખની ઈન્સ્ટન્ટ લોન મેળવી લીધી. ખાતામાં પડેલી અન્ય રકમ અને લોનના પૈસા મળી કુલ 10.70 લાખ રૂપિયા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધા. બીજા દિવસે જ્યારે વિપુલભાઈના ફોન પર પૈસા ડેબિટ થયાના મેસેજ આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કેવી રીતે થઈ ઠગાઈ?
આ APK ફાઈલ હકીકતમાં એક મેલવેર હતી, જેના દ્વારા સાયબર ગઠિયાઓએ:

  • મોબાઈલનો સંપૂર્ણ Remote Access મેળવી લીધો
  • Internet Bankingની માહિતી ચોરી લીધી
  • ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા

આ ઉપરાંત,
👉 તેમના નામે ₹9.81 લાખની ઇન્સ્ટન્ટ લોન પણ લઈ લેવાઈ
👉 કુલ મળી ₹10.70 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા

લોકો માટે ચેતવણી

  • WhatsApp પર આવેલી APK ફાઈલ ક્યારેય Download ન કરો
  • જાણીતા વ્યક્તિ પાસેથી આવી હોય તો પણ Verify કરો
  • અજાણી લિંક અથવા એપ ખોલતા પહેલાં સાવચેત રહો
  • મોબાઈલમાં સિક્યુરિટી સેટિંગ્સ મજબૂત રાખો
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *