કોવિડ-19 વેક્સિનની આડઅસરથી પીડિતા લોકોને વળતર આપો : સુપ્રીમ કોર્ટ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે.સુપ્રીમ કોર્ટે મંગળવારે કોવિડ-19 રસીકરણ પછીની આડઅસરોની તપાસ માટે નિષ્ણાત પેનલની રચના કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે એવા લોકો માટે નો-ફોલ્ટ વળતર નીતિ તૈયાર કરે, જેમને કોવિડ-19 રસીકરણ પછી ગંભીર પ્રતિકૂળ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે આડઅસરો સંબંધિત ડેટા સમયાંતરે સાર્વજનિક કરવા પણ જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે 10 માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, ‘ભારત સરકાર કોવિડ-19 વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી’ ઘડે. આ પ્રકારની વળતર યોજનાની શરૂઆતને સરકારે ‘કોઈ ભૂલની કબૂલાત’ તરીકે ના જોવી જોઈએ. ‘નો-ફોલ્ટ’ ફ્રેમવર્કનો અર્થ એ નથી કે સરકાર પોતાની ભૂલ કે કાયદાકીય જવાબદારી સ્વીકારી રહી છે.’

સુપ્રીમ કોર્ટ બે યુવતીના માતા-પિતા દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમનું કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હતું. આ અરજીમાં મૃત્યુની સ્વતંત્ર તપાસ, ઓટોપ્સી રિપોર્ટની સમયસર રજૂઆત અને આર્થિક વળતરની સાથે આડઅસરોની વહેલી ઓળખ માટે ગાઈડલાઈન્સ બનાવવાની માંગ કરાઈ હતી.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે વેક્સિનની આડઅસર તપાસવા માટે કોઈ નિષ્ણાતોની નવી સમિતિ બનાવવાની જરૂર નથી કારણ કે, હાલની વૈજ્ઞાનિક મૂલ્યાંકન પદ્ધતિઓ પૂરતી છે.

Share This Article