ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મૃત્યુ બાદ હિઝબુલ્લાહે ઈઝરાયેલ વિરુદ્ધ જંગ છેડી દીધી છે. ખામેનેઈના મોતથી રોષે ભરાયેલા હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે, જેના જવાબમાં ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં એર સ્ટ્રાઈક કરીને ભારે તબાહી મચાવી છે.
બીજીબાજુ હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે વિવાદ ઊભો થયાની માહિતી સામે આવતાં જ લેબેનૉન સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઈરાનનું સમર્થન કરનાર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના તમામ સૈન્ય અને સુરક્ષા કામગીરી પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. સરકારે હિઝબુલ્લાહને તમામ હથિયારો પરત આપી દેવાનો પણ આદેશ આપ્યો છે. હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયલ પર ડ્રોન અને રોકેટથી હુમલા કરવામાં આવ્યા બાદ સરકારે તેના પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.
બેઠક બાદ લેબેનૉનના વડાપ્રધાન નવાફ સલામે કહ્યું કે, જે દેશ માન્ય સંસ્થાઓ અને સેનાના નિયંત્રણથી બહાર છે, તેનું લેબેનૉન સરકાર ક્યારે સમર્થન નહીં કરે. વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદી સંગઠનોને સંદેશ આપ્યો છે કે, માત્ર લેબેનૉની સેના પાસે જ હથિયારો રાખવાનો અને સૈન્ય કાર્યવાહી કરવાનો અધિકાર છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે હિઝબુલ્લાહે પોતાના તમામ હથિયારો સરકારને પરત કરવા પડશે
અમેરિકા અને ઈઝરાયેલ હાલ ઈરાન પર સતત હુમલા કરી રહ્યા છે, જ્યારે ઈરાન પણ ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે.

