ULLU-ALT બાલાજી બાદ હવે સરકારે આ 5 OTT પ્લેટફોર્મ પર એકઝાટકે મૂક્યો પ્રતિબંધ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. વાસ્તવમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાંચ OTT પ્લેટફોર્મને સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે. કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. સરકારનો આરોપ છે કે, આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને પોર્નોગ્રાફિક સામગ્રી બતાવવામાં આવી રહી હતી, જે કાનૂની અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે. સરકારના નિર્ણય બાદ હવે MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel અને Jugnu જેવી એપ્સ અને વેબસાઇટ્સ ભારતમાં કોઈપણ ઇન્ટરનેટ સેવા પર ઉપલબ્ધ નહીં રહે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)

2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)

3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)

4. ફીલ (Feel)

5. જુગનુ (Jugnu)

Share This Article