ICC T20 વર્લ્ડ કપની 27મી મેચ આજે(15 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો છે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમને પહેલા બેટીંગ આપી પાકિસ્તાને બોલિંગ સિલેક્ટ કરી હતી. T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ ઈશાન કિશને 40 બોલમાં 77 રન ફટકાર્યા. કેપ્ટન સૂર્યાએ 32 રન બનાવ્યા. જ્યારે શિવમ દુબેએ 27 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સૌથી સૈમ અયુબે 3 વિકેટ લીધી. જ્યારે ઉસ્માન તારિક, કેપ્ટન સલમાન અલી આગા અને શાહીન આફ્રિદીએ 1-1 વિકેટ લીધી.
ભારતની પ્લેઈંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટ કીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
પાકિસ્તાનની પ્લેઈંગ 11
સૈમ અયૂબ, સાહિબઝાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, ઉસ્માન ખાન (વિકેટ કીપર), શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, અબરાર અહમદ, ઉસ્માન તારિક