“અચ્છા ચલતા હું…” પદ્મશ્રી સન્માનિત અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

Chintan Suthar

પ્રખ્યાત ગાયક અરિજીત સિંહે પોતાના ફેન્સને મોટી જાહેરાત કરીને ઝટકો આપ્યો છે. તેમણે પ્લેબેક સિંગિંગને અલવિદા કહી દીધું છે. તેમના આ નિર્ણયથી ફેન્સનું દિલ તૂટી ગયું છે. જેમાં તેમણે જણાવ્યું કે વર્ષો સુધી હિટ ગીતો આપ્યા બાદ તેઓ પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લઈ રહ્યા છે. એક નિવેદનમાં, તેમણે કહ્યું કે તેઓ હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ લેશે નહીં, જ્યારે સ્પષ્ટતા કરી કે તેઓ મ્યૂઝીક બનાવવાનું ચાલુ રાખશે. તેણે આ જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા કરી હતી.

અરિજીત સિંહને ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખાણની જરૂર નથી. પોતાની સુરીલા અવાજ અને ભાવનાઓના દમ પર કરોડો લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. રોમેન્ટિક સોન્ગથી લઈને બીજા અનેક પ્રકારના ગીતો સિંગરે ગાયા છે. સંગીતની દુનિયામાં અરિજીત સિંહ એક બહુ મોટું નામ છે.

સિંગર અરિજિત સિંહનો જન્મ જન્મ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જિયાગંજમાં થયો હતો. સિંગર પંજાબી શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે ખૂબ જ નાની ઉંમરથી સંગીતની તાલીમ શરૂ કરી હતી.

અરિજિતને બાળપણથી જ ગાવાનો શોખ હતો. અરિજિતના મામા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વિશેષતા ધરાવતા હતા અને તેમના દાદી ગાતા હતા. પરિવારમાં સંગીતમય વાતાવરણને કારણે અરિજિતનો સંગીતમાં રસ વધુ વધી ગયો હતો. અરિજિત વર્તમાન સમયના ટોચના ગાયકોમાંથી એક છે.અરિજિતે બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ જીત્યા છે, અને વર્ષ 2025માં તેમને ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યો હતો

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *