ગુજરાત યુનિવર્સિટીમાં 100 દારૂની બોટલો? વિદ્યાનું ધામ કે દારૂનો અડ્ડો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

શિક્ષણના ધામને શર્મસાર કરતી વધુ એક વિવાદિત ઘટના બની છે. રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે

ફરી હોસ્ટેલના ધાબા પરથી અને તેની પાછળના ભાગમાંથી અનેક દારૂની બોટલો મળી આવી છે. દારુની એક કે બે બોટલ નહી પરંતુ 100થી વધુ ખાલી દારુની બોટલો મળી આવી છે, જેનો NSUIએ વિરોધ કર્યો છે.હોસ્ટેલમાં દારૂ ક્યાંથી આવ્યો છે ? તેમજ શું હોસ્ટેલના ધાબા પર દારૂની મહેફિલ થાય છે ? તે અંગે પણ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. યુનિવર્સિટીમાં આ પહેલા પણ ગાંજાના છોડ, સફાઈ કરતા દારૂની બોટલ મળી આવી હતી.યુનિવર્સિટી કેમ્પસમાં 24 કલાક સિક્યોરિટી ગાર્ડ્સ અને CCTV ની વ્યવસ્થા હોવા છતાં આવી ઘટના બની, જેનાથી સિક્યોરિટીની લાઇનમાં મોટા સવાલ ઉભા થયા છે.

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં વિદ્યાના ધામમાં આવું બનવું એ શિક્ષણ જગત માટે મોટું લાંછન ગણાઈ રહ્યું છે. જોકે, યુનિવર્સિટી વહીવટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટના નિયમોના ઉલ્લંઘન અને હોસ્ટેલમાં શિસ્તની ચર્ચા તરફ દોરી ગઈ છે.

Share This Article