Ajit Pawar plane crash : CCTV ફૂટેજ આવ્યા સામે

Chintan Suthar

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના મોટા નેતાઓમાંથી એક અજીત પવારનું વિમાન ક્રેશમાં નિધન થઈ ગયું છે. આ દુખદ ઘટના બારામતીમાં થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બારામતીમાં લેન્ડિંગના સમયે આ દુર્ઘટના થઈ. DGCA ની પુષ્ટિ અનુસાર, આ અકસ્માતમાં અજિત પવાર (Ajit Pawar) સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના કરુણ નિધન થયા છે. મુંબઈથી બારામતી બેઠકો માટે જઈ રહેલા નેતાના આકસ્મિક અવસાનથી સમગ્ર રાજ્યમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

હવે આ ઘટનાના અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિમાન પણ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનની જેમ જ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને આગ તથા ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આ ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સાફ જોઈ શકાય છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

https://x.com/123vimlesh/status/2016440716961124379?s=20

સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે સવારે 8 વાગ્યાને 46 મિનિટે આ દુર્ઘટના સર્જાઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અજિત પવારનું વિમાન રનવે નજીક પહોંચતા જ અચાનક જમીન પર પટકાય છે અને સેકન્ડોમાં જ આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આકાશમાં ધુમાડાના કાળા ગોટા અને આગની ભીષણ લપટો દેખાઈ રહી છે, જે દર્શાવે છે કે વિમાનમાં સવાર મુસાફરોને બચવાની કોઈ તક મળી નહોતી. આ વિમાન બે વખત લેન્ડિંગના પ્રયાસો કરી ચૂક્યું હતું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *