અમદાવાદના ચાંદખેડામાં આવેલ ફ્લેટમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદ શહેર PCB એ રેડ પાડીને આ જુગારધામ ઝડપી પાડ્યું છે.
ચાંદખેડામાં સેતુ સોલીડ ફલેટમાં રેડ કરતા પોલીસે જુગાર રમતા 11 જુગારી 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે મકાન માલિક આશિષ ઉર્ફે શેરો રમેશભાઇ શકરાભાઇ પટેલ (ઉં. 38, રહે. ચાંદખેડા ગામ) તથા ચાંદખેડા વિસ્તારમાં જ રહેતા કિશનસિંહ રમેશસિંહ વાઘેલા, રણજીતસિંહ ચંદ્રસિંહ વાઘેલા, જયેશ જશુભાઇ પટેલ, દશરથસિંહ ધનાજી રાઠોડ, દિનેશ હિરાભાઇ પારેખ, રાકેશ લાલજી ઠાકોર, શૈલેષસિંહ પોપટસિંહ વાઘેલા, કેયુર ડાહ્યાભાઇ પટેલ, સમીરસિંહ જોગેંદ્રસિંહ વાઘેલા, ધુર્વાંગ ભરતભાઇ ઠાકોરને ઝડપી લીધા હતા