જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આઠમા વાર્ષિક અધિવેશન માં ભાગ લેવા માટે જાયન્ટસ ગ્રુપ્સ ઓફ અમદાવાદના હોદેદારો દ્વારા આયોજીત એકલિંગીજી ઉદયપુર શ્રીનાથજીની ત્રણ દિવસ ની ટુર ખૂબ જ આનંદદાયક અને અવિસ્મરણીય રહી.
લકઝરી બસ ની વ્યવસ્થા, જતાં આવતાં ઓન વે નાસ્તો તથા જમવાનું સુંદર આયોજન તથા ઉદયપુર સ્થિત સુંદર અને વ્યાજબી ભાવ થી હોટલ રિદ્ધિ ઈન ની પસંદગી તથા જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન ના કન્વેન્શન ના આયોજકો દ્વારા પણ સુઆયોજીત, સમયસર અને પધ્ધતિ મુજબનું આયોજન તથા દરેક એવોર્ડ વિજેતા ને ન્યાય મળે તે રીતે એન્કર દ્વારા પ્રસંશનીય શબ્દો સાથે એવોર્ડ વિતરણ ની વ્યવસ્થા તથા હોસ્ટ એવા જાયન્ટસ માલપુર ગ્રુપ ની ટીમ દ્વારા ચા નાસ્તો તથા સ્વાદિષ્ટ અને સાત્ત્વિક ફૂડ ની સુંદર વ્યવસ્થા હતી…તેમજ આવા પ્રવાસ દ્વારા ફેલોશિપ ની ભાવના વધે અને બધા જ ગ્રુપ ના સભ્ય મિત્રો એકબીજાની નજીક આવે..

