ISRO ના LVM3-M6 મિશન દ્વારા આજે અમેરિકન કંપની AST સ્પેસમોબાઇલના બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઈટને લો અર્થ ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. તે વિશ્વનો સૌથી મોટી વાણિજ્યિક સંચાર સેટેલાઈટ છે, જે અવકાશથી સામાન્ય સ્માર્ટફોનને સીધા હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ આપશે.
શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6) છે. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) અને AST સ્પેસ મોબાઈલ વચ્ચે સમજૂતી હેઠળ કરાયું છે. આ મિશન હેઠળ લૉ અર્થ ઓર્બિટ (LEO) માં દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઈટ તરતું મૂકાશે જે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરું પાડશે.