વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો પર મુસાફરો પાસેથી પેશાબ કરવાના ₹10 વસૂલવામાં આવતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ગેરકાયદે ઉઘરાણી અંગે એક જાગૃત મુસાફરે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
વાયરલ વીડિયોમાં મુસાફરે આરોપ લગાવ્યો છે કે, શૌચાલય પાસે ચાર્જ અંગેનું કોઈ પણ બોર્ડ લગાવ્યા વગર જ મુસાફરો પાસેથી મનફાવે તેમ પૈસા પડાવવામાં આવે છે. જ્યારે મુસાફરે આ લૂંટનો વિરોધ કર્યો, ત્યારે ત્યાંના સ્ટાફ પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો. વિડીયો વાયરલ થયા બાદ અન્ય મુસાફરો સાથે વાતચીત કરવામાં આવતા અનેક લોકોએ યુરિન માટે પણ ફરજિયાત રૂપિયા ચૂકવવા પડતા હોવાની સહમતી વ્યક્ત કરી હતી. મુસાફરોનું કહેવું છે કે શૌચાલયમાં પ્રવેશ કરતા જ રૂપિયા માંગવામાં આવે છે અને ઇનકાર કરવામાં આવે તો વાદવિવાદની પરિસ્થિતિ સર્જાય છે. મજબૂરીમાં લોકો પૈસા ચૂકવી રહ્યા છે.આ વીડિયો વાયરલ થતાં હવે ડેપો મેનેજમેન્ટ અને તંત્રની મિલીભગત સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે.
https://www.instagram.com/reel/DSjRpCPAc7r/
નોંધ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની ‘અમે પુષ્ટિ કરતા નથી’.)