આસામના લુમડિંગ ડિવિઝનમાં એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેન નંબર 20507 ડીએન સાઈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને તો જાનહાનિ ન થઈ, પરંતુ ટ્રેનની ટક્કરમાં 8 હાથીઓના મોત થયા.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મોટાભાગના હાથીના મોત થયા હતા. આ ઘટના એવા વિસ્તારમાં બની હતી જ્યાં હાથીઓનો કોઈ કોરિડોર નથી. હાથીઓના ટોળાને જોઈને લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. જોકે ટ્રેન હાથીઓ સાથે અથડાઈ હતી, જેના પરિણામે અકસ્માત થયો હતો.