અમદાવાદ શહેરની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદમાં શહેરની અનેક સ્કૂલમાં ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયનના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ મુજબ આ બોમ્બ મૂક્યાની ધમકી બાબતે કોઈએ પ્રેંક કર્યો હોવાનું અનુમાન છે. આ કૃત્ય ભારત બહારથી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અમે આ બાબતે ગુનો દાખલ તો કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં બોમ્બની ધમકી આપવામાં આવી છે, ત્યાં-ત્યાં પોલીસ અને બોમ્બસ્કોડ ની ટીમો તપાસ કરી રહી છે.

આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો

  • ઝેબર સ્કૂલ, થલતેજ
  • મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
  • DAV ઈન્ટરનેશલ સ્કૂલ, મકરબા
  • નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
  • ઝાયડસ સ્કૂલ, વેજલપુર
  • CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
  • આવિષ્કાર સ્કૂલ, કલોલ
  • જેમ્સ એન્ડ જેમિસન, ખોરજ-ખોડિયાર
  • અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર
  • ડીપીએસ, બોપલ
  • તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ
Share This Article