પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં હત્યા?, જેલ બહાર બબાલ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

પાકિસ્તાનની રાવલપિંડી જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સમર્થકો આદિયાલા જેલ તરફ કૂચ કરવા લાગ્યા છે, જેના પરિણામે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યા મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઇમરાન ખાનની બહેનો અને તેના પરિવારજનોને જેલમાં પ્રવેશ પર રોક લગાવાઇ છે. જેના કારણે હત્યાની આશંકા વધુ પ્રબળ બની છે.

https://x.com/FurqanMalik313/status/1993395507004108826?s=20

મહત્વનું છે કે, વર્ષ 2023માં ભ્રષ્ટાચારના આરોપમાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ઈમરાન ખાન પત્ની બુશરા બીબી સાથે આદિયાલા જેલમાં બંધ છે. ઈમરાને તાજેતરમાં જ તેની જેલમાં હત્યા થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, જેલમાં મારી સાથે કંઈ થશે તો તેની જવાબદારી સેના પ્રમુખ આસિમ મુનીરની હશે.

Share This Article