છેલ્લા 10 વર્ષથી વધુ સમય સુધી કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે સૌથી મોટું સ્થળ રહ્યું છે, પરંતુ હવે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે.
એક અહેવાલ મુજબ ઓગસ્ટમાં કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે ભારતીયો દ્વારા કરવામાં આવેલી લગભગ 75% અરજીઓ નકારી કાઢવામાં આવી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં આશરે 32 ટકા હતી. એટલે કે પહેલા જ્યાં દર ત્રણમાંથી એક વિઝા અરજી રિજેક્ટ કરવામાં આવતી હતી, ત્યારે હવે ચારમાંથી ત્રણ અરજી રિજેક્ટ કરવામાં આવી રહી છે.
કનેડા સરકારના ડેટા અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવેલા નવા પ્રતિબંધોની સૌથી વધુ અસર ભારતના અરજદારો પર થઇ છે.સરકારી આંકડા પ્રમાણે, પહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા પહેલી પસંદ હતું, હવે ત્યાં અરજીઓ અને સ્વીકૃતિ બંનેમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
