કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા છે.આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક અને ઇપ્કા લેબોરેટ્રીઝ પણ સામેલ છે. આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાદ ઓર્ગન રિજેક્શન રોકવા માટે કરવામાં આવે છે. મેરોપેનમ અને સુલબૈક્ટમ ઇંજેક્શનની રિટેલ કિમત પ્રત્યેક બોટલ આશરે રૂપિયા 1938 છે. આ ઉપરાંત માઇકોફેનોલેટ મોફેટિલની કિમત પ્રતિ ટેબલેટ 131.58 રૂપિયા છે.
આ ઉપરાંત માયકોફેનોલેટ મોફેટીલની કિંમત પ્રતિ ટેબ્લેટ 131.58 રૂપિયા છે.બેક્ટેરિયલ ચેપની સારવારમાં ઉપયોગમાં લેવાતી એબોટ હેલ્થકેરની ક્લેરિથ્રોમાસીન એક્સટેન્ડેડ-રિલીઝ ટેબ્લેટની કિંમત હવે પ્રતિ ટેબ્લેટ 71.71 રૂપિયા છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ફેબ્રુઆરીમાં જ એક આદેશ જારી કર્યો હતો. આ આદેશમાં, એવું કહેવામાં આવ્યું હતું કે તમામ ઉત્પાદકોએ ડીલરો, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને નિશ્ચિત કિંમતોની યાદી સોંપવી જોઈએ.