અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌસેનાનું એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ફાઇટર જેટ નેવલ એર સ્ટેશન લેમૂરમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. નૌસેનાએ આ દુર્ઘટનાની ખાતરી કરી હતી. બુધવારે સવારે લગભગ 4.30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી.નૌસેનાએ નિવેદન જાહેર કર્યું હતું કે, દુર્ઘટના સમયે પાયલટ પેરાશૂટ મારફત બહાર નીકળી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. તે સુરક્ષિત છે.
https://x.com/IntelNet0/status/1950770410665963856
આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયુ નથી. આ દુર્ઘટનાનું કારણ જાણી શકાયુ નથી અને તપાસ ચાલુ છે.આ વિમાન ફાઈટર સ્ક્વોડ્રન VF-125નો હિસ્સો હતું. જે રફ રેડર્સ તરીકે ઓળખાતું હતું. આ યુનિટ ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન તરીકે કામ કરે છે. જેનું મુખ્ય કામ પાયલટ અને એર ક્રૂને ટ્રેનિંગ આપવાનું છે. નેવીએ નોંધ્યું હતું કે, પાયલટ સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ ઈજા થઈ નથી.