ભારતનો ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય, બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટમૅચોની ટેસ્ટ સિરીઝમાં ઍજબેસ્ટનમાં રમાયેલી બીજી મૅચ ભારતે 336 રને જીતી લીધી છે. 608 રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 271 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. ઍજબેસ્ટન ગ્રાઉન્ડમાં ભારતે 58 વર્ષ પછી જીત હાંસલ કરી છે. આ જીત સાથે સિરીઝમાં ભારતે 1-1થી બરાબરી કરી લીધી છે. સિરીઝની ત્રીજી ટેસ્ટમૅચ 10 જુલાઈના રોજ લૉર્ડ્સમાં રમાશે. ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ત્યાં જ મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 5-5 વિકેટ લીધી.

પહેલી વાર ભારતીય ટીમે બર્મિંગહામના મેદાન પર ટેસ્ટ મેચ જીતી છે. અગાઉ ભારતે અહીં 8 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તે 7 હારી ગયું. હવે ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ અશક્યને શક્ય બનાવ્યું છે. તે બર્મિંગહામમાં ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે.

Share This Article