સાયબર ક્રાઈમ અવરનેસ અંગેના કાર્યક્રમનું કરાયું આયોજન

Chintan Suthar

લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવરનેસ-૨૦૨૫ ના નિષ્ણાત પૂર્વેશ સોની (ઈન્ટરનેશનલ ઈથિકલ હેકર, ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટીગેટર, સાયબર ક્રાઈમ એક્સપર્ટ) દ્વારા ગોદરેજ ગાર્ડન સિટીમાં વનંતા રેસીડેન્સી માં કોન્ફરન્સ રૂમમાં સાયબર ક્રાઈમ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

જેમાં વનંતા રેસીડેન્સીમાં જેવા કે યંગ જનરેશન ના યુવા અને યુવતીઓ અને યંગસ્ટર, સિનિયર સિટીઝન, કપલ જેવાં લોકો એ પાર્ટિસિપેટ કર્યું હતું,
જેમાં તેમણે સાયબર ક્રાઈમ એટલે શું ?, સાયબર ક્રાઈમ ના કેટલા પ્રકાર, સાયબર ક્રાઇમ કોની જોડે થઈ શકે છે, સોશીયલ મિડિયા ફ્રોડ,ન્યુડ વિડિઓ કોલિંગ ફ્રોડ,બનાવટી લિંક,કસ્ટમર કેર ફ્રોડ,સોશીયલ મિડિયા સેફટી અવેરનેસ, ડિજિટલ અરેસ્ટ‌થી બચવા માટે શું કરવું જોઈએ. સાયબર બુલિંગ, સાયબર હેકિંગ, માલવેર અને રેન્સમવેર વાયરસ, ડિજિટલ અરેસ્ટ, આઈ.ટી. એક્ટ-2000 વિશે માહિતી આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં રેસીડેન્સી ના કાર્યકર્તા ઓ સહભાગી થયા હતા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *