સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

Chintan Suthar

જુલાઈ મહિનાની શરૂઆતમાં જ LPGના વપરાશકારોને મોટી રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જે આજથી એટલે કે 1 જુલાઈ, 2025થી લાગુ થયો છે. આ ઘટાડો ખાસ કરીને 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે, જ્યારે 14 કિલોગ્રામના ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાપારી સંસ્થાઓને રાહત મળશે, જે મોટા પ્રમાણમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરે છે. આ ભાવ ઘટાડાના પગલે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ સહિતના શહેરોમાં એલપીજી 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *