અમદાવાદ: જગન્નાથ રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે FFWC અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રસંશનીય કામગીરી

Chintan Suthar

સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવ મહીલા સેલ ના એડીજીપી અજય ચૌધરી અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક,અમદાવાદ મહિલા એસપી હિમાલયા જોષી, સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવે પીઆઇ એચ.એસ નાઈ,  AHTU કાઈમ પીઆઈ કે.પી. ચાવડા તથા પીએસઆઇ ઉપેન્દ્રસિંહ રાઈજાદા  અને AHTU ટીમ તથા ઊપરોકત સંયુક્ત ઊચ્ચ અઘિકારીઓના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન FFWC ના કો-ઓર્ડિનેટર પ્રિતેશ બારોટ અને સહ-કોઓર્ડિનેટર હેમેન્દ્ર ગજ્જર,આશિષ પંચાલ, રજની કડિયા, પારુલબેન મેઢી સહિત તમામ ટીમ સભ્યો દ્વારા રથયાત્રાના સમયગાળા દરમ્યાન જમાલપુર, સરસપુર, દરીયાપુર અને ખમાસા ચોકી વિસ્તારમાં ૧૨૦ થી વધુ ખોવાયેલા બાળકોને તેમના પરિવાર સાથે પુન મીલન કરવામાં આવ્યા.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન FFWC ટીમે પોલીસ સ્ટાફ સાથે સંકલન કરી બાળકોના સલામત પુનર્મિલનને સુનિશ્ચિત કર્યું અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સતર્ક રહ્યા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *