એર ઈન્ડિયાના વિમાનનું થાઈલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની મળી ધમકી

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. એર ઇન્ડિયાના એક વિમાનને થાઇલેન્ડના ફુકેટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, વિમાનમાં 156 લોકો સવાર હતા, જે તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 265 લોકોના મૃતદેહ મળ્યા હતા. એમાં 241 મૃતકોમાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો સામેલ છે.

Share This Article