ઇઝરાયલનો ગાઝા પર વધુ એક ભીષણ હુમલો

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ઇઝરાયલની સેનાએ ગાઝામાં વધુ એક મોટા કમાન્ડરને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે આ કમાન્ડર દક્ષિણી ઈઝરાયલમાં  7 ઓક્ટોબર 2023માં થયેલ હુમલામાં સામેલ હતો. મળતી માહિતી મુજબ,  ઈઝરાયેલે હમાસ સામે યુદ્ધમાં ગાઝા પટ્ટીને કાટમાળમાં ફેરવી દીધી હોવા છતાં તેના હુમલા હજુ બંધ થઈ રહ્યા નથી.

ઈઝરાયેલે છેલ્લા 24 કલાકમાં ગાઝા પર વિનાશક હવાઈ હુમલા કરતા 100થી વધુ નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ હમાસે 7 ઑક્ટોબર 2023માં ઈઝરાયેલ પર આતંકી હુમલો કરી બંધક બનાવેલા લોકોમાંથી થાઈલેન્ડના એક નાગરિકનો મૃતદેહ ઈઝરાયેલનું સૈન્ય પરત લાવ્યું હતું.ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, તેના હુમલામાં હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો નેતા અસદ અબી શરૈયા માર્યો ગયો છે. ગાઝાની શિફા અને અલ-અહલી હોસ્પિટલો મુજબ ગાઝા શહેરમાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થઈ ગયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે

Share This Article